વડોદરા,તા.૧૨
વડોદરા શહેરના યાકુતપુરામાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા નઇમ અબ્દુલભાઇ રહીમનો આજવા રોડ અહેમદી પાર્ક પાસે આવેલા નવાબ વિલા ખાતે ડુપ્લેક્ષ આવેલો છે. બંધ રહેતા તેઓના આ ડુપ્લેક્ષમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. અને ડુપ્લેક્ષમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. સવારે ચોરીના બનાવની જાણ બાપોદ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.
ડુપ્લેક્ષ માલિકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડુપ્લેક્ષ બંધ રહેતો હતો. અવાર-નવાર ડુપ્લેક્ષની દેખભાળ માટે વોચમેન આવતો હતો. મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. અને ડુપ્લેક્ષમાં મુકેલી જમીનોની ફાઇલો ઉપરાંત રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. તસ્કરો લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડુપ્લેક્ષ માલિકના આક્ષેપના આધારે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




