ન્યુ દિલ્હી,તા.૬
૨૦૧૮ના વર્ષમાં કમજાર સમૂહો સાથે સંબંધિત વ્યક્તિઓ નોકરીના નુકસાનથી સૌથી વધારે પ્રભાવિત થયા હતા. ૨૦૧૮માં એક કરોડ દશ લાખ ભારતીયોએ નોકરી ગુમાવી છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ૨૦૧૮માં ભારતમાં બેરોજગારી વધી છે.
રોજગારના મામલે યુવાવર્ગ માટે ૨૦૧૮નું વર્ષ ઘણું ખરાબ રહ્યું હતું. ૨૦૧૮માં લગભગ એક કરોડ દશ લાખ ભારતીયોએ પોતાની નોકરીઓ ગુમાવી પડી હતી. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના રિપોર્ટમાં આના સંદર્ભે દાવો કરવામાં આવ્યો છે. આમા સૌથી વધુ કમજાર સમૂહ સાથે સંબંધિત લોકોને નુકસાન થયું છે. દેશમાં બેરોજગારોની સંખ્યામા ઝડપથી વધારો થઈ રહ્યો છે.
સીએમઆઈઈના રિપોર્ટમાં ડિસેમ્બર-૨૦૧૭માં નોકરીઓ કરનારાઓની સંખ્યા ૪.૭૯ કરોડ હતી..તે ડિસેમ્બર-૨૦૧૮માં ઘટીને ૩.૯૭ કરોડ થઈ હતી. આ એક વર્ષમાં નોકરીઓમાં ૧.૦૯ કરોડનો ઘટાડો થયો છે. આમા સૌથી વધુ નોકરીઓ કૃષિ ક્ષેત્ર સાથે જાડાયેલા લોકોની ગઈ હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ.. સૌથી વધુ ૯૧ લાખ નોકરીઓ ગ્રામીણ ભારતમાં અને ૧૮ લાખ નોકરીઓ શહેરી ભારતમાં ગઈ હોવાનો દાવો કરાયો છે. ગ્રામીણ ભારતમાં બે તૃતિયાંશ વસ્તી વસવાટ કરે છે. જ્યારે નોકરીઓ જવાના મામલામાં ગ્રામીણ ભારતનો હિસ્સો ૮૪ ટકાનો હતો.
૨૦૧૮માં નોકરીઓ ગુમાવવાના મામલાની મહિલાઓ પર ખાસી અસર થઈ છે. ૮૮ લાખ મહિલાઓ અને ૨૨ લાખ પુરુષોએ ૨૦૧૮માં પોતાની નોકરીઓ ગુમાવી હતી. ગ્રામીણ ક્ષેત્રની લગભગ ૬૫ લાખ મહિલાઓએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૨૩ લાખ મહિલાઓને નોકરી ગુમાવવી પડી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ૨૦૧૮માં શહેરોમાં પાંચ લાખ અને ગ્રામીણ ભારતમાં ૨૩ લાખ પુરુષોની નોકરીઓ ગઈ હતી.
આ રિપોર્ટ મુજબ ૪૦થી ૫૯ વર્ષના વયજૂથના લોકોની નોકરી ૨૦૧૮માં ટકી શકી હતી. પરંતુ અન્ય વયજૂથના લોકોની નોકરીઓ સંકોચાઈ હતી. રિપોર્ટ મુજબ. પગાર મેળવનારા લગભગ ૩૭ લાખ લોકોની નોકરીઓ ૨૦૧૮માં ચાલી ગઈ હતી. રિપોર્ટ જણાવે છે કે ભારતમાં ૨૦૧૮માં બેરોજગારીનો દર ૭.૪ ટકા હતો. આ બેરોજગારીનો છેલ્લા ઘણાં સમયગાળામાં વધારે રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



