ક્રિકેટર કૃણાલ પંડ્યા ૨૦૦થી વધુ યુવા ક્રિકેટરને ૧૦ લાખના શૂઝ ભેટ આપશે

0
6

વડોદરા,તા.૯
ખેલકૂદ ક્ષેત્રે નામના મેળવ્યા બાદ અનેક રમતવીરો પોતાના સાથી મિત્રો અને માતૃ સંસ્થાને ભૂલી જવાના કિસ્સા બને છે, પરંતુ હાર્દિક બાદ કૃણાલ પંડ્યાએ હવે નવો ચીલો ચાતર્યો છે. કૃણાલ પંડ્યાએ વડોદરા શહેરની વિવિધ એકેડમીના ૨૦૦ કરતાં વધુ યુવા ક્રિકેટરોને મોંઘાદાટ શૂઝ આપવાનું બીડું ઝડપ્યું છે, જેના કારણે યુવા ક્રિકેટરોની સુવિધામાં વધારો થશે.
દેશની જાણીતી બ્રાન્ડની કંપનીના મોંઘાદાટ શૂઝની કિંમત પાંચથી છ હજાર અંદાજવામાં આવી છે. વડોદરા શહેરની વિવિધ એકેડમીના ટ્રેઇની ક્રિકેટરોને આ શૂઝ આપવામાં આવશે.
હાર્દિક-કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે ‘આ અભિયાન માટે વડોદરા શહેરની વિવિધ એકેડમી પાસેથી ક્રિકેટરોનાં નામ મંગાવવામાં આવ્યાં છે. નામોની યાદી આવી ગયા બાદ
શૂઝની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે શૂઝ કંપની સાથે વાતચીત થઈ ગયેલી છે. થોડાક સમય પહેલાં હાર્દિક પંડ્યાએ એક ફાઉન્ડેશન માટે રૂ.૧૦ લાખનું દાન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY