નર્મદામાં ખુંખાર દીપડાએ કોને શિકાર બનાવી ખોરાક બનાવ્યો જાણો…..

0
77
mehrnews.com

બોડેલીથી રેતી ભરી સુરત જતી ટ્રકના ચાલાક ખાણ ખનીજ વિભાગની રેડથી ગભરાઈને જંગલ તરફ ભાગી ગયો અને દીપડાનો શિકાર બન્યો 

ગોરા રેન્જની ટીમે ચાલકને ખોરાક બનાવનાર દીપડો છે કે કયું વન્ય પ્રાણી છે તેની તપાસ હાથ ધરી

રાજપીપળા : ગરુડેશ્વરના વાંસલા ગામે રેી ભરી સુરત જતો ટ્રક ચાલક ચેંગ થી ગભરાઈ ને જંગલ ઝાડીઓમાં સંતાઈ ગયો અને ત્યાં દીપડાનો કોળિયો બની ગયો સવારે મૃત હાલત માં જણાતા નર્મદા વન વિભાગ અને પોલીસની ટિમો ઘટના સ્થળે દોડી હતી જોકે હજુ મૃતકનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના અક્ષયકુમાર શ્રીરામવદન યાદવ તથા કંડ્ટર પવન યાદવ બંને બોડેલીથી ગત સાંજે રેતીની ટ્રક ભરી સુરત જતા હતા. ત્યારે નર્મદાના ગરુડેશ્વરથી પસાર થતા નર્મદા ખાણ ખનીજ વિભાગ ચેકીંગ કરતુ હોય ઓવરલોડ ટ્રક હોય કે પછી નસો કર્યો હોય પકડાઈ જવાના ડરે ટ્રક ચાલક વાંસલાગામ પાસે ટ્રક ઉભી રાખી જંગલ ઝાડી તરફ ભાગી ગયો હતો ત્યાં ઝાડીઓમાં કોઈ ખુંખાર વન્ય પ્રાણી ખોરાકની શોધમાં હોય આ સંતાયેલો ચાલક અક્ષયકુમાર યાદવ તેનો કોળિયો બની ગયો, આ દીપડા જેવા જંગલી પ્રાણીએ આ ચાલકને મોઢાના ભાગે અને પગના ભાગે બાચકા ભરી જાનથી મારી નાખ્યો હતો જેની સવારે ખબર પડી કે કોઈનો મૃત દેહ પડ્યો છે ત્યારે તપાસ બાદ આ ટ્રક ચાલક હોવાનું જાણવા મળ્યું એ બાબતે ગરુડેશ્વર પોલીસ દોડી આવી અને ગોરા રેન્જના કર્મીઓ આવ્યા બાદ આ મૃતદેહને પોલીસે પીએમ માટે મોકલ્યો હતો હવે પીએમ બાદ સત્ય બહાર આવે એમ છે

બોક્ષ :પ્રાથમિક તપાસમાં નખના નિશાન જોતા દીપડો હોય એમ લાગે છે:આરએફઓ  

આ બાબતે ગોરા રેન્જના આર.એફ.ઓ.વિરેન્દ્રસિંહ ધરિયા એ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે પગના નિશાન અને નખોરિયાં જોતા દીપડો લાગે છે જોકે અહીંયા ખુંખાર અન્ય પ્રાણીઓ પણ છે ત્યારે પોલીસના રિપોર્ટ બાદજ ખબર પડશે હાલ કાંઈ કહી શકાય નહિ ની વાત કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY