વડોદરા,તા.૯
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે પ્રાણીસંગ્રહાલયમાં હિપોપોટેમસ ડિમ્પીએ મંગળવારની સાંજે બચ્ચાને જન્મ આપ્યો છે. હજી ગયા એપ્રિલ માસમાં જ આ હિપોએ એક બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાં નર અને માદા વચ્ચે લડાઈ થતાં તેનું મોત થયું હતું.
પ્રાણીસંગ્રહાલયના સત્તાવાળાઓએ આ બનાવની ધ્યાનમાં રાખીને બીજા સાથે પ્રાણીસંગ્રહાલય પૂછતાછ કરીને કાળજી લેવી તેની જાણકારી મેળવી હતી અને જેના આધારે બંને અલગ રાખવાનું નક્કી કર્યું છે. માદા હિપો પ્રેગનેટ બનતા તેના માટે અલગ પાંજરું બનાવવાની તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલે છે માદા હિપો ઉતરાયણ બાદ બચ્ચાને જન્મ આપશે તેવી ધારણા હતી જાકે દસ દિવસ વહેલી ડિલિવરી થઈ ગઈ છે.
હવે પાંજરાનું બાકી કામ બે દિવસમાં પૂરું કરીને તેને ઝડપભેર નવા પાંજરામાં ખસેડવામાં આવશે સામાન્ય રીતે માદા અને નર એક જ પાંજરામાં હોય તો નર પોતાના બચ્ચાને મારી નાખે તેવી સંભાવના હોય છે. આ વખતે અગાઉનુ પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં રાખીને ટાંકી સાથેનું પાંજરું માટે બનાવવામાં આવી રહ્યું છે. માતાએ બચ્ચાને જન્મ આપ્યો એ પછી તેણે બચ્ચાની સંપૂર્ણ કાળજી લીધી છે અને તેને બરાબર ફીડ કરાવ્યું છે ફીડ કરાવ્યું છે.
બચ્ચાને જન્મ બાદ હિપ્પો તેની સુરક્ષા માટે આક્રમક બની જાય છે. હિપ્પો પાણીમાં જ ડીલીવરી કરે છે. પ્રાણીસંગ્રહાલયના સત્તાવાળાઓએ ગઈ આખી રાત ત્યાં ચાંપતી નજર રાખી હતી કેમકે પાંજરામાં મેલ હિપો પણ હતો તેને પાંજરામાંથી નાઈટ હાઉસમાં ખસેડવામાં આવ્યો હતો અને ૬ કલાકની મહેનત બાદ ખસેડવામાં સફળતા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




