વડોદરા,તા.૧૭
મ.સ.યુનિ.ની એકસપરીમેન્ટલ સ્કૂલ પાસે ખાનગી મોલની એક ઇવેન્ટનું હો‹ડગ લગાવી દેવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. ધોળે દહાડે યુનિવર્સિટીમાં ખાનગી મોલના હો‹ડગ લગાવવામાં આવ્યા હોવા છતાં પણ સિક્્યુરીટી અને વિજિલન્સનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો. હો‹ડગના ફોટા વાયરલ થતાં યુનિ. સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને તાબડતોબ હો‹ડગ ઉતારી લેવડાવ્યા હતા.
યુનિવર્સિટીની સુરક્ષા સામે અવાર નવાર પ્રશ્નો ઉભા થાય છે ત્યારે વધુ એક ઘટના એવી બની હતી કે યુનિ.માં દિવસ દરમિયાન ખાનગી મોલના સંચાલકો દ્વારા હો‹ડગ લગાવી દેવામાં આવ્યું હતું. સીકયોરીટી અને વિજિલન્સની હાજરી હોવા છતાં પણ ખાનગી કંપનીના હો‹ડગ લગાવી દેવામાં આવ્યા હતા. સુરક્ષા જવાનોને કોઇ પણ જાતની જાણકારી હતી નહિ કે હો‹ડગ કોણ લગાવી ગયું છે. જાકે ખાનગી કંપનીનું હોડિંગ લાગ્યું હોવાનો ફોટાઓ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા પછી યુનિવર્સિટી સત્તાધીશો સફાળા જાગ્યા હતા. યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે બેનર ઉતારી લેવાની કામગીરી કરાવી હતી અને સિકયોરીટી અને વિજિલન્સ અધિકારીઓને ઠપકો પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં આવીને કોઇ હોર્ડીંગ લગાવી જાય ત્યાં સુધી કોઇને ખબર પડી ના હતી. સુરક્ષા સામે ઉઠતા સવાલોની વચ્ચે યુનિ.માં કોઇ પણ પ્રકારનું ચેકીંગ થતું ના હોવાનું અને રામભરોસે કેમ્પસ ચાલતું હોવાનું આ ઘટના પરથી પ્રતિત થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




