વડોદરા,તા.૧૭
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામની હદમાં ભરૂચ જિલ્લાના પાલેજની હદનો પોલીસ કોન્સ્ટેબલ ટેમ્પો ચાલક પાસે હપ્તાની ઉઘરાણી કરતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ પાસે એક પોલીસ કોન્સ્ટેબલ રિક્ષામાં બેસીને તેની સાથે એક મળતીયાને રાખીને નેશનલ હાઈવે-૪૮ પર એક ટેમ્પો ચાલકને બોલવી ટેમ્પો ચલાવવા માટે હપ્તાની માંગણી કરે છે. જેમાં ટેમ્પો ચાલક કોન્સ્ટેબલને ૫૦૦ રૂપિયા આપે છે, ત્યારે કોન્સ્ટેબલ ૫૦૦ રૂપિયા લેવાની ના પડે છે. લાંબી રકઝક પછી ટેમ્પો ચાલક ૧ હજાર રૂપિયા કાઢીને આપે છે, ત્યારે કોન્સ્ટેબલ રૂપિયા રિક્ષાની બાજુમાં ઉભેલા મળતીયાને આપવાનું કહે છે અને મળતીયો રૂપિયા ગણીને મૂકી દે છે. ત્યાબાદ કોન્સ્ટેબલ ટેમ્પો ચાલકને નામ પૂછે છે, ત્યારે ટેમ્પો ચાલક પોતાનું નામ શબ્બીરભાઈ જણાવે છે, કોન્સ્ટેબલ કહે છે કે, જ્યારે હું તારો ટેમ્પો રોકું એટલે શબ્બીરભાઈનો એવું કહી દેજે. ત્યારબાદ ટેમ્પો ચાલક બાઈક લઇને ત્યાંથી નીકળી જાય છે. અને કોસ્ટેબલ પણ રિક્ષામાં નીકળી જાય છે. કોન્સ્ટેબલનો હપ્તા લેતો વીડિયો કરજણ અને પાલેજમાં વાઇરલ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




