આૅસ્ટ્રેલિયામાં ભારતને પહેલી વાર વન-ડે શ્રેણી જીતવાનો સુવર્ણ મોકો
મેલબર્ન,તા.૧૭
સાતમી જાન્યુઆરીએ સિડનીમાં ભારતે આૅસ્ટ્રેલિયા સામેની ચોથી અને આખરી ટેસ્ટ ડ્રા કરવાની સાથે ૨-૧ના માર્જિન સાથે આ દેશમાં પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને હવે આજે આ જ દેશમાં સૌપ્રથમ વાર વન-ડે શ્રેણી પણ જીતવાનો ટીમ ઇÂન્ડયાને સુવર્ણ મોકો છે. ભારત ત્રીજી વનડે જીતશે તો ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ જીતનાર પ્રથમ ભારતીય ટીમ બનશે અને ઓસ્ટ્રેલિયા સળંગ ત્રીજી વખત ઘરઆંગણે વનડે સીરિઝ હારશે. અગાઉ ઈંગ્લેન્ડે ૪-૧ તેમજ દક્ષિણ આફ્રિકાએ ૨-૧થી ઓસ્ટ્રેલિયાને હોમગ્રાઉન્ટ પર સીરિઝમાં હરાવ્યું હતું.
મેલબર્નમાં આજે (ભારતીય સમય મુજબ સવારે ૭.૫૦થી લાઇવ) ભારત અને આૅસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને આખરી વન-ડે રમાશે. અત્યારે શ્રેણી ૧-૧થી લેવલમાં છે જે મંગળવારે કૅપ્ટન વિરાટ કોહલીએ ૧૦૪ રન બનાવીને તેમ જ મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ પંચાવન રનની મદદથી કરી આપી હતી.
ભારતીયો અત્યાર સુધીમાં આૅસ્ટ્રેલિયાની ધરતી પર ફક્ત એક જ વાર દ્વિપક્ષી વન-ડે શ્રેણી રમ્યા છે. એ સિવાય ભારતીયો આૅસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપમાં, વર્લ્ડ સિરીઝ કપમાં કે ત્રણથી ચાર દેશો વચ્ચેની વન-ડે ટુર્નામેન્ટમાં રમ્યા છે અને એમાં બે વખત ટ્રોફી મેળવી છે. એમાંની એક ટ્રોફી ૧૯૮૪માં રવિ શાસ્ત્રી (વર્તમાન ટીમના કોચ)ના સુપર-પર્ફોર્મન્સને કારણે જીતવા મળી હતી.
મેલબર્નમાં આૅસ્ટ્રેલિયા સામે ભારતનો વન-ડેમાં ખરાબ રેકાર્ડ છે. અહીં કાંગારુંઓ સામે ભારતીયો ૧૯૮૦થી અત્યાર સુધીમાં ૧૪માંથી પાંચ વન-ડે જીત્યા છે અને નવ હાર્યા છે. એકંદરે આ સ્થળે ભારતનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે. અહીં તમામ દેશો સામે ભારત કુલ ૨૧ વન-ડે રમ્યું છે જેમાંથી દસ જીત્યું છે અને અગિયાર હાર્યું છે.
મેલબોર્નમાં ભારતીય ટીમ છેલ્લે ૧૭ જાન્યુઆરી ૨૦૧૬માં વન-ડે મેચ રમ્યું હતું. વિરાટ કોહલીએ સદી ફટકારી હોવા છતાં ઓસ્ટ્રેલિયાનો આ મેચમાં ત્રણ વિકેટે વિજય થયો હતો. આ ગ્રાઉન્ડ પર અંતિમ આંતરાષ્ટ્રીય મેચ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ હતી. બોલર્સને શરૂઆતમાં પીચથી ખાસ મદદ મળી નહતી પરંતુ બાદમાં ભારતીય બોલર્સ ઝળકિયા હતા અને ૨૦ વિકેટો ઝડપી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝના અંતિમ મેચમાં પીચ થોડી ધીમી રહેવાની ધારણા છે. અહીં
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



