સુરત,તા.૧૭
અડાજણમાં ઘનાઢ્ય પરિવારના પિતરાઈ ભાઈ-બહેન દીક્ષા લઈ સંયમના માર્ગે પ્રણાય કરવાનો નિર્ણય કર્યો છે. અડાજણ જૈન સંઘ ખાતે ૧૦ ફેબ્રુઆરીના રોજ યોજાનાર દીક્ષા સમારોહનો પત્રિકાલેખનનો કાર્યક્રમ યોજાયો હતો.
મૂળ કચ્છના અને વર્ષોથી સુરતમાં રહેતા દોશી પરિવારમાં દીક્ષાનો પ્રસંગ યોજાનાર છે. દોશી પરિવારના બે પિતરાઈ ભાઈ બહેન કદમ દોશી અને વિદિશા દોશી આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ આચાર્ય અનંતયશસુરીશ્વર મહારાજ દ્વારા દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવ્યું હતું. જેથી આજે અડાજણ જૈન સંઘ ખાતે દીક્ષા સમારોહની પત્રિકાલેખનનો કાર્યક્રમ યોજાયો હતો.
દોશી પરિવારનું ૨૪ વર્ષિય સંતાન કદમ દોશીએ સીએનો અભ્યાસ કર્યો છે. અને હાલ એક નામાંકિત કંપનીમાં જાબ કરી રહ્યો છે. કદમ બ્રાન્ડેડ કપડાંનો મોટો શોખીન છે. અડાજણ જૈન સંઘ ખાતે આચાર્યની શિબિરમાં ભાગ લીધા બાદ સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો. માતા-પિતાની સંમતિ બાદ આચાર્ય દ્વારા દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવ્યું હતું. ભાઈ કદમની દીક્ષાના નિર્ણયથી પ્રભાવિત થઈને પિતરાઈ બહેન વિદિશાએ પણ દીક્ષાનો નિર્ણય કરતા એક જ મુહૂર્તમાં દીક્ષા યોજાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




