વડોદરા,તા.૨૧
એન આર આઈ મહિલા રૂપાબેન દવેના કાકાનો બંગલો ખોટા પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ થઈ જવાના બનાવમાં બંગલો ખરીદનાર વિપુલ રૂપાપરાએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
આ અંગેની વિગત એવી છે કે એન આર આઈ મહિલા હરિભકિત એક્સટેંશન ખાતે આવેલી પ્રોપર્ટી પચાવી પાડવાના કેસમાં એને મહિલાના કાકી સુનંદાબેન પણ આરોપી હતા પરંતુ ત્યારબાદ તેમને સાક્ષી બનાવી દેવામાં આવ્યા હતા અને સુનંદાબેન અને તેમના પતિ રમણભાઈ પટેલ જે પરમ બંગલોમાં રહે છે તે પરમ બંગલો પણ ખોટી રીતે ખોટા પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ ૧૨ આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ પરમ બંગલો સૌપ્રથમ અમેરિકાના પરેશ પટેલ નામના વ્યકિતએ ખરીદ્યો હતો અને ત્યારબાદ થોડાક જ સમયમાં આ બંગલો વિપુલ નામના અને વેચાણ કરી દીધો હતો. રાજકોટના વિપુલ પણ આ કેસમાં આરોપી છે અને તેમને આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરતાં તેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




