ભાજપ જૂઠ્ઠી પાર્ટી,દેશ નવા વડાપ્રધાનની રાહ જોઇ રહ્યું છે
લખનૌ,તા.૨૧
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યું કે યોગી સરકાર સાધુ-સંતોને પણ પેન્શન આપે. અમે તો રામલીલાના પાત્રોને પેન્શન આપવાની યોજના શરૂ કરી હતી. સીએમ યોગી પણ રામ અને સીતાને પેન્શન આપે અને રામ-સીતાથી બચે તો રાવણને પણ પેશન આપે. એસપી સુપ્રીમોએ આ દરમિયાન માયાવતી પર ભાજપ ધારાસભ્યના નિવેદન પર પલટાવર કરવાની સાથે કહ્યું કે દેશ નવા વડાપ્રધાનની રાહ જોઇ રહ્યું છે.
અખિલેશે આ દરમિયાન પેન્શનના બહાને યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘સાધુ-સંતોને ઓછામાં ઓછા ૨૦ હજાર મહિને પેન્શન મળે અને યશ ભારતી અને સમાજવાદી પેન્શન પણ શરૂ થાય. રામાયણ પાઠ અને રામલીલાના લોકોને પણ પેન્શન મળે. એસપી અધ્યક્ષે જણાવ્યું કે નવા ભારત બનાવવાનું કામ નવયુવાન કરશે જેઓ સપના જાવે છે, સંઘર્ષ કરે છે. સૌથી ઉત્તમ યુવાનોનું સંગઠન સમાજવાદી પાર્ટીમાં છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આજ સુધી રાજકારણમાં કોઈ એટલું ખોટું બોલ્યું નથી જેટલું ભાજપ બોલી રહ્યું છે. તેમની રાજકીય ભાષા અને વર્તન કેવું છે જનતાએ સાડા ચાર વર્ષમાં જાઇ લીધુ છે. આપણે જાણીએ છીએ કે જનતા, ખેડૂત અને વેપારીઓ તૈયાર છે, જેને ભાજપે દગો આપ્યો છે.
એસપીના નેતાએ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે દેશ હવે નવાવડા પ્રધાનની રાહ જોઇ રહ્યું છે. જો ભાજપ પાસે કોઈ નવા પીએમ છે તો તેઓ અવશ્ય જણાવે. જો કે બીજી તરફ તેમની પાર્ટીથી પીએમના ઉમેદવાર પર અખિલેશે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





