વડોદરા,તા.૨૪
પતિ-પત્ની વચ્ચે ઝઘડો સામાન્ય વાત છે. પરંતુ આ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો તેનું પરિણામ કેવું આવે તેનું ઉદાહરણ આપતી ઘટના વડોદરામાં બની છે. અહીં ભાયલીમાં એક પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરાના ભાયલીમાં આવેલા કાંઇજન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે ફ્લેટમાં રહેલા એક દંપતિ વચ્ચે ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો. ઝઘડા દરમિયાન પતિએ પત્નીનું માથું દિવાલ સાથે અથડાવી હત્યા નીપજાવી હતી. તો પત્નીની હત્યા કરી પતિએ પણ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ હત્યા કરનાર પતિની લાશ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં મળી આવી, ત્યારબાદ તેના ઘરમાં તપાસ કરતાં તેની પત્ની પર લોહીમાં લથપથ પડી હતી, પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે પહેલા મૃતક વ્યક્તિએ તેની પત્નીની હત્યા નીપજાવી હતી ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો છે. જા કે વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



