ચિકનગુનિયાગ્રસ્ત બન્યું વડોદરા, સૌથી વધુ ૫૬૯ કેસ નોંધાયા

0
7

વડોદરા,તા.૨૮
મચ્છરોનો ઉપદ્રવ શહેરમાં ઓછો થઇ રહ્યો નથી, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે વડોદરાને ચિકનગુનિયાના વાવરમાં નંબર-૧નું બિરુદ આપ્યુ છે અને ડેન્ગ્યુ-ચિકનગુનિયા માટે ચોક્કસ રસી કે સારવાર ઉપલબ્ધ ન હોવાથી મચ્છર ઉત્પતિ નિયંત્રણ પર કેન્દ્રીત કરવાની લેખિતમાં ‘સલાહ’ આપી છે.
વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં વર્ષ ૨૦૧૮માં રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં ૬૨ ટકાનો વધારો થયો હતો. રાજ્યમાં નોંધાયેલા કુલ ડેન્ગ્યુ કેસોના ૮.૯ ટકા એટલે ૬૬૦ કેસ માત્ર વડોદરા પાલિકાની હદમાંથી નોંધાયા હતા. ૨૦૧૮માં ચિકનગુનિયાના સૌથી વધુ ૫૬૯ કેસ વડોદરામાંથી નોધાયા હતા, કે જે રાજ્યના કુલ કેસોના ૪૭ ટકા છે. ૨૦૧૮ના વર્ષમાં શહેરમાં ડેન્ગ્યુના ૫૦૭૪ દર્દીઓ નોંધાયા હતા અને તેમાંથી ૬૫૨ દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. તો સિઝનલ ફ્લૂના કારણે ૧૪ નાગરિકોના મૃત્યુ થયા હતા. વર્ષ ૨૦૧૮માં વાહકજન્ય રોગચાળાની માફક પાણીજન્ય રોગચાળાએ પણ ભય ફેલાવ્યો હતો અને કમળાના જ ૪૦૦ દર્દીઓ આરોગ્ય વિભાગમાં નોંધાયા હતા.
રાજ્યના આરોગ્ય અને તબીબી સેવાઓના અધિક નિયામક પીવી દવે તરફથી વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગને સંબોધીને ખાસ સલાહપત્ર આપવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY