મકાન ન મળતા રહીશોએ ૧૨ કલાક માટે અન્ન-જળનો ત્યાગ કર્યો

0
5

વડોદરા,તા.૨૮
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કોર્પોરેશને આડેધડ કોઈ પણ આયોજન કર્યા વગર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી હતી. ઝૂંપડપટ્ટીઓ તોડ્યા બાદ પાલિકાએ ૧૮ માસમાં પાકા ઘર આપવાના વચન આપ્યા હતા. જે વચન પુરા ન થતા લાભાર્થીઓ હવે રસ્તા પર ઉતર્યા છે. જેમાં ૧૦૦થી વધુ લોકોએ તો ૧૨ કલાક માટે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો.
વડોદરાના તાંદલજામાં આજથી અઢી વર્ષ પહેલા કોર્પોરેશને સહકાર નગર વસાહત પર બુલડોઝર ફેરવી લોકોને બેઘર કર્યા હતા. તેમજ લોકોને માત્ર ૧૮ માસમાં જ રાજીવ આવાસ યોજના અતંર્ગત પાકા મકાનો આપી દેવાના વચનો આપ્યા હતા. પરંતુ આજે અઢી વર્ષ બાદ મકાન આપવાની વાત તો દૂર મકાન બનવાની કામગીરી શરૂ ન થતા સહકારનગરના અસરગ્રસ્તો મકાન માટે આંદોલન કરવા મજબુર બન્યા છે. સહકાર નગર ખાતે જ અસરગ્રસ્તોએ હાથમાં બેનર અને પોસ્ટર્સ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કર્યા હતા.
અસરગ્રસ્તોને પાલિકા માત્ર ૨૦૦૦ રૂપિયા દર મહિને ભાડુ ચૂકવે છે જ્યારે અસરગ્રસ્તો ભાડાના મકાન માટે ૪૦૦૦થી ૫૦૦૦ રૂપિયા ચૂકવે છે. આમ અસરગ્રસ્તોને પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢવાનો વારો આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY