વડોદરા,તા.૨૮
વડોદરાના વાઘોડિયામાં ધાડપાડુઓ ત્રાટક્્યા હતા. ઇશ્વરપુરામાં મધરાત્રે હથિયાર સાથે ત્રાટકેલા ધાડપાડુઓએ કેટલાક મકાનમાં લૂંટ ચલાવી હતી અને ગામના લોકોને લોખંડના સળીયા વડે માર માર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત થયેલા ગ્રામજનોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
શહેરમાં વારંવાર ચોરી અને લૂંટના બનાવો બની રહ્યાં છે. પોલીસ પેટ્રોલિંગના દાવા સાવ પોકળ સાબિત થઇ રહ્યાં છે. ઇશ્વરપુરામાં હથિયાર સાથે લૂંટારાઓ ત્રાટક્્યા હતા.
જેથી ગામના લોકોમાં ભયને માહોલ વ્યાપી ગયો છે. પોલીસ ઘટના સ્થળે તો પહોંચી છે પણ હજુ સુધી તે અંધારામાં ફાફા મારી રહી છે. પોલીસની આવી કામગીરી સામે ગામ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



