સુપ્રિમના નિર્ણયથી દેશની મહિલાઓની પીડામાં વધારો થશે : સ્વાતિ માનીવાલ

0
18

ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલને વ્યભિચાર (એડલ્ટરી) અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને ‘મહિલા વિરોધી’ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આઈપીસીની કલમ ૪૯૭ ને અસંવૈધાનિક ગણાવીને તેને રદ કરી દેવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના આ નિર્ણય અંગે અસહમતી દર્શાવતા સ્વાતિ માલીવાલે કહ્યુ હતું કે, ‘આ પ્રકારથી તમે દેશના લોકોને લગ્ન કર્યા હોવા છતાં પણ બીજાની સાથે અનુચિત સંબંધ રાખવાનું ખૂલ્લું લાઈસન્સ આપી દીધું છે. આ ચુકાદા પછી લગ્નનું ઔચિત્ય શું છે?
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષાએ આઈપીસીની કલમ ૪૯૭ ની પણ નિંદા કરી હતી. માલીવાલે કહ્યુ હતું કે, આ કલમ સમાન હોવી જાઈતી હતી. જેમાં વ્યભિચાર કરવા અંગે મહિલા અને પુરુષ બંનેને સમાન દંડ આપવાની વ્યવસ્થા હોવી જાઈએ.
તેમણે કહ્યુ હતું કે, ‘મને લાગે છે કે, આ નિર્ણયથી દેશની મહિલાઓની પીડામાં વધારો થવા જઈ રહ્યો છે. હું આ ચુકાદાની સાથે સહમત નથી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વ્યભિચાબે અસંવૈધાનિક ગણાવીને તેના ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવા માટેનો ચુકાદો આપ્યો છે. પાંચ જજાની સંવૈધાનિક બેચે પોતાના બહુમતના નિર્ણયમાં વ્યભિચારને અપરાધ નથી માન્યો પરંતુ કહ્યુ છે, આ બાબત છૂટાછેડા માટેનો આધાર બની શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY