તાબે નહી થનાર વિધવાના ઘરમાં આગ ચાંપનાર નામચીન ગુનેગાર પોલીસની નજર સામે જ છૂ
વડોદરા,તા.૨
ગોત્રી વિસ્તારમાં એક મહિલાની પાછળ પડી ગયેલા નામચીન ગુનેગારે તાબે નહીં થનાર મહિલાના મકાનમા આગ ચાપી હોવાના બનેલા બનાવમાં પકડાયેલો આરોપી ગઈકાલે સાંજે કોર્ટના દાદર ઉતરતી વખતે પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો.
ગોત્રીના દીન-દયાળ નગરમાં રહેતી મહિલાના પતિ નું અવસાન થયા બાદ આ વિસ્તારનો ભારે સંતોષ હરમાનભાઈ વસાવા તેની પાછળ પડી ગયો હતો અને વિધવાને ખૂબ પજવતો હતો. પરંતુ મહિલા તડીપાર થઈ આવેલા ગુનેગારને શરણે થઈ ન હતી.
ઉપરોક્ત બનાવ બાદ માથાભારે યુવકે તા ૧૩.૦૫.૨૦૧૮ના રોજ મોડી સાંજે મહિલાના મકાનની બારીમાંથી કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાંપતા મકાનના પલંગ,ગાદલા સહિતની ઘરવખરી ને નુકસાન થયું હતું અને સ્થાનિકોએ આગ કાબૂમાં લીધી હતી
આ બનાવમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે લક્ષ્મીપુરા પોલીસે ગઇ કાલે સથતોષની ધરપકડ કરી હતી અને બપોર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં નામદાર કોર્ટે આરોપીને જેલમાં મોકલવાનો હુકમ કરતા પોલીસનો જવાન આરોપીને લઈ જેલમાં જઈ રહ્યો હતો. આ વખતે દાદર ઉતરતી વખતે આરોપી સંતોષ પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો.બનાવ અંગે ગોત્રી પોલીસે ગુનો નોંધી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




