પટના,તા.૨
બિહારના સીવાન શહેરમાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ ગેંગસ્ટર અને આરજેડીના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજા યુસૂફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. યુસૂફની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ થઈ ગઈ હતી. યુસૂફને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આી છે. યુસૂફને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ છાતીના ભાગમાં ગોળી વાગી હોવાથી હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ હત્યા થઇ હતી.
યુસૂફની હત્યાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકોએ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જા કે, પોલીસે થોડી જ વારમાં તમામ લોકોને નિયંત્રિત કરી દીધી હતા. પરંતુ જાત-જાતામાં હોસ્પિટલની આસપાસ લોકોનો ઘસારો વધતા હોસ્પિટલની ફરતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને ખડેપગે રાખ્યા હતા. જા કે, હજી સુધી હત્યા કરવાનું કારણ જાણવા મળ્યું નથી.
આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ઠેર-ઠેર છાપા મારી રહી છે. ઉલ્લેખનીય છે કે, સીવાનના બાહુબલી આરજેડી નેતા તેમજ પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન બહુચર્ચિત એસિડ હત્યાકાંડના મામલામાં હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. શહાબુદ્દીનને નિચલી કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



