ઘૂસણખોરોના નામે મમતાની પાર્ટીમાં બગાવત, બે નેતાઓએ છોડ્યો સાથ

0
8

કોલકાત્તા,તા.૨
આસામમાં જાહેર કરાયેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરનો વિરોધ કરવાનુ મમતા બેનરજીને મોંઘુ પડી રÌš છે. આ મુદ્દે મમતાની પાર્ટીમાં જ બગાવત થઈ ગઈ છે
ઘૂસણખોરોને શોધી કાઢવા માટે આ રજિસ્ટર જાહેર કરાયુ છે.જેમાં લગભગ ૪૦ લાખ લોકોના નામ નથી.જાકે તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પહેલેથી તેનો વિરોધ કરી રહ્યા છે.તેમણે તો આ રજિસ્ટર લાગુ કરાય તો ગૃહયુધ્ધ થવાની પણ ધમકી આપી હતી.
જાકે ખુદ મમતાની પાર્ટીમાં જ આ મુદ્દે મતભેદો છે. ટીએમસીના બે નાતા દિગંત સાકિયા અને પ્રદીપ પચૌનીએ મમતાના વિરોધના પગલે પાર્ટી છોડી દીધી છે.તેમનુ કહેવુ છે કે કોઈ જાણકારી વગર મમતા બેનર્જીએ એનઆરસીની નિંદા કરી છે. મમતા બેનર્જી જે કહી રહ્યા છે તેમાં અને આસામની જમીની પરિસ્થિતિ વચ્ચે આસમાન જમીનનુ અંતર છે.
મમતા બેનર્જીએ ભાજપ પર આસામમાં ઘૂસણખોરોના નામે વોટબેન્ક પોલિટિક્સ રમવાનો આક્ષેપ મુક્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY