ઓખા-ગોરખપુર એક્સપ્રેસમાં ૩૧ વર્ષીય યુવાન અચાનક પડ્યો, કપાઈ જતાં મોત

0
11

વડોદરા,તા.૨
ગત રાતે ઓખા-ગોરખપુર એક્સપ્રેસમાં વડોદરા રેલવે અપ લાઈનમાં ૩૧ વર્ષીય યુવાન એકાએક પડી જતાં કપાઈને મોત થયું છે. આ અકસ્માતની ઘટના રાતે ૧૨ વાગ્યા બની હતી. ૩૧ વર્ષીય યુવાન દીપકકુમાર યમુનાનાથ પ્રસાદ રેલવે ક્વાટ્‌ર્સમાં રહે છે. હાલમાં યુવાનની લાશ સયાજી હોસ્પિટલમાં પી.એમ. માટે લવાઈ છે.
હાલમાં રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી યુવાન કઈ રીતે કપાઈ ગયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. જાકે ચાલું ટ્રેને જ લોકો મોટીવ પાઈલોટને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. યુવાન વડોદરાની રેલવે ક્વાટ્‌ર્સમાં રહેતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY