વડોદરા,
તા.૧૫/૦૩/૨૦૧૮
વડોદરાના ખ્યાતનામ જવેલર્સને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. અલકાપુરી ખાતે આવેલા સીએચ જવેલર્સના મોલ પર ITના દરોડા પડ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે ITના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. નોટબંધી બાદ બેંકોમાં કરેલ નાણાંકીય વ્યવહારને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઓપરેશન ક્લીન મની હેઠળ શહેર સહિત રાજ્યના અનેક સ્થળોએ આઈ ટી વિભાગ કામગીરી કરી રહ્યા છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સી.એચ જવેલર્સના શોરૂમ પર વહેલી સવારે આઠ વાગ્યાથી આવકવેરાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. નોટબંધી સમયે આગળના દિવસો અને પાછળની તારીખોમાં ખરીદદારી અને વેચાણ અંગે સ્ટોક અને બિલ ચેક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે શંકાસ્પદ જણાતા કેટલાક વ્યવહારો પણ આવક વેરા દ્વારા તપાસવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"