મુંબઈ,
19/02/2018
ત્રણ વર્ષથી વધુ જૂના અધિકારીઓની ટ્રાન્સફર કરો
હીરા વેપારી નીરવ મોદી કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સવારે સીબીઆઈએ મુંબઈની બ્રેડી હાઉસ બ્રાન્ચ જ્યાંથી આ મહાકૌભાંડ થયું હતું તેને સીલ કરી દેવામાં આવી છે. સીબીઆઈ તરફથી બેન્કની બહાર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. તેના પર લખ્યું છે કે, આ બ્રાન્ચને નીરવ મોદી એલઓયુ કેસના કારણે સીલ કરવામાં આવી છે. હવે આ બ્રાન્સમાં હાલ કોઈ કામકાજ થશે નહીં,આ ઉપરાંત પીએનબીના કર્મચારીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સેન્ટ્રલ વીજીલન્સ કમિશન (સીવીસી)એ દરેક બેન્કોને આદેશ આપ્યો છે કે, કોઈ પણ અધિકારીને ૩ વર્ષથી વધારે એક બ્રાન્ચમાં રાખવામાં ન આવે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી એક જ બેન્કમાં ૩ વર્ષથી વધુ કામ કરતા અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવી. આ ઉપરાંત સીવીસીએ આદેશ આપ્યો છે કે, ક્લર્ક લેવલ પર જે અધિકારીઓએ એક જ જગ્યાએ ૫ વર્ષ પૂરા કર્યા છે તેમની પણ ટ્રાન્સફર કરી દેવી.
રવિવારે પણ ઈડીએ પીએનબી સ્કેમ સાથે જાડાયેલી અંદાજિત ૪૭ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ સિવાય નીરવ મોદી અને મેહુલ ચોકસી સંબંધિત ૩ લોકોને એજન્સી તરફથી સમન્સ આપવામાં આવ્યો છે.ઈડીએ આ મામલે નવી દિલ્હીના સાકેત મોલ,વસંત કુંજ અને રોહિણીમાં પણ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈને પીએનબીમાં ૧૧,૩૯૪ કરોડ કરતા વધારે રકમનું કૌભાંડ હોવાની શંકા છે. તપાસ એજન્સીઓએ રવિવારે દરેક બેન્ક પાસેથી તેમના એલઓયુમાં થયેલા ગોટાળા વિશેની માહિતી માગી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘણાં એલઓયુ મે ૨૦૧૮માં મેચ્યોર થશે.આ સંજાગોમાં કૌભાંડની રકમ રૂ. ૧૧,૩૯૪ કરોડથી વધારે થઈ શકે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"