વડોદરા:
વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર દ્વારા ટ્રાફિક અને નાગરિકો ની સેફટી માટે હરહંમેશ નવા પગલાં ભરાતા રહ્યા છે થોડા દિવસ અગાવ સીટબેલ્ટ અને હેલ્મેટ પહેરનાર વાહન ચાલકો નું ગુલાબ ના ફૂલ આપી સન્માન કરાયું તો ગતરોજ શહેર માર્ગો પર રોડ ક્રોસ કરવા તથા તેના માટે ઝીબ્રા ક્રોસિંગ ના ઉપયોગ માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવેલ જે વડોદરા શહેર ના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બનવા પામ્યું છે. માર્ગ અને સલમતી ને ધ્યાનમાં રાખીને આજ રોજ કીર્તિ સ્થમ્ભરોડ પાર ઝીબ્રા ના પોશાક માં લોકો ને પોતાની સલામતી જાળવવાનું શીખવતા પોલીસ ના જવાનો તહેનાત થઈ લોકોને રોડ ક્રોસ કરતા શીખવતા નજરે પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




