વડોદરામાં પાઇન લાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ

0
104

વડોદરા,
તા.૧૪/૦૩/૨૦૧૮

ભંગાણને કારણે આસપાસની ૬ સોસાયટીના હજારો રહીશોને પાણી ન મળ્યુ

શહેરના હરણી-વારસીયા રોડ પર આડેધડ ખોદકામ કરાતા પાઇન લાઇનમાં ભંગાણ સર્જાયુ હતુ. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જેથી આસપાસની ૬ સોસાયટીના હજારો રહીશોને પાણી મળ્યુ ન હતુ. જેને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો.

ઉનાળાની શરૂઆતે જ રાજ્યમાં પાણીના પોકાર શરૂ થઇ ગયા છે, ત્યારે વડોદરા શહેરની શ્રદ્ધાપાર્ક સોસાયટી પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાર્યુ હતુ. જેને કારણે સોસાયટીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. શ્રદ્ધાપાર્ક સોસાયટી અને હરેકૃષ્ણ સોસાયટીની વચ્ચે પીવાના પાણીની લાઇન પસાર થાય છે જ્યાં કોર્પોરેશન દ્વારા ખોદકામ કર્યુ હતુ. જેને કારણે પાઇન પાઇનમાં ભંગાણ સર્જાયુ હતુ. જેથી આસપાસની ૬ સોસાયટીઓમાં પાણી મળ્ય ન હતુ. અને લોકો પાણીથી વંચિત રહ્યા હતા. જેથી સ્થાનિક લોકોમાં રોષ જાવા મળ્યો હતો. જેથી કોર્પોરેશનની ટીમે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. જા કે કલાકો સુધી પાઇન લાઇનમાંથી પાણીનો વેડફાટ થયો હતો. જેને કારણે હજારો લિટર પાણી વેડફાઇ ગયુ હતુ.
હરેકૃષ્ણ-૨, શ્રદ્ધાપાર્ક, કમલપાર્ક, પરાગરાજ, પૂજા પાર્ક અને રાજદીપ સોસાયટીને પાણી મળ્યુ ન હતુ. જેથી લોકો પાણીથી વંચિત રહ્યા હતા. હાલ રાજ્યમાં પાણીનું સંકટ વર્તાઇ રહ્યું છે. ત્યારે આ પ્રકારે પાણીનો વેડફાટ કેટલો યોગ્ય છે તે પણ લોકો સવાલ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY