વડોદરા,તા.૨૬
વડોદરામાં ૧૦ વર્ષ બાદ એરફોર્સની સૂર્ય કિરણ ટીમનો દિલધડક એર શો યોજાયો હતો.
સૂર્ય કિરણ ટીમને ૨૦૧૧માં વિખેરી કાઢવામાં આવી હતી. ૨૦૧૫માં નવેસરથી બનાવાયેલી સૂર્ય કિરણ ટીમમાં હવે જૂના કિરણ વિમાનોની જગ્યાએ એડવાન્સ જેટ ટ્રેનર સામેલ કરવામાં આવ્યા છે.
જે કિરણ વિમાનો કરતા વધારે ઝડપી અને વધારે અત્યાધુનિક છે. આવા ૯ વિમાનોની ટીમે વડોદરામાં હેરત અંગે જ આકાશી કરતબો દાખવીને જાનારાના દિલ જીતી લીધા હતા.
ઓછામાં ઓછી ૬૦૦ કિલોમીટર અને મહત્તમ ૧૨૦૦ કિલોમીટરની ઝડપે વિમાનો ઉડાવીને સૂર્યકિરણ ટીમના પાયલોટસે લગભગ અડધો કલાક સુધી આકાશમાં અલગ અલગ પ્રકારના કરતબો બતાવ્યા હતા.
૮ ઓક્ટોબરે એરફોર્સનો સ્થાપના દિવસ ઉજવાશે. જેના ભાગરૂપે વડોદરા સહિત દેશમાં વિવિધ સ્થળોએ સૂર્યકિરણ ટીમ એર શો યોજવાની છે.
વિમાનોની કલાબાજી બાદ વાયુસેનાની આકાશગંગા ટીમે ૮૦૦૦ ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે ડાઈવિંગ કર્યુ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




