વડોદરા : ડભોઇ તાલુકાના ખેડૂતોએ ડાંગરની ટેકાના ભાવે ખરીદીની રાજ્ય સરકારની વ્યવસ્થાને ખૂબજ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો છે અને ડાંગર પકવતા ખેડૂતો માટે આ વ્યવસ્થાને લાભપ્રદ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ડભોઇ તાલુકામાં વઢવાણા તળાવ આધારીત તેમજ હવે નર્મદા યોજનાની સિંચાઇ આધારીત ડાંગરની ખેતી વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે.
પુરવઠા નિગમના ડભોઇ ગોડાઉન ખાતે વસઇના જનકભાઇ પટેલ ડાંગર નાંખવા આવ્યા હતા. એમણે જણાવ્યું કે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે ડાંગર જમા કરાવી છે. ઢોલારના જગદીશભાઇ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની જે વ્યવસ્થા કરી છે એ સંતોષકારક છે. સરકારનુ આ પગલુ ઘણું સારૂ છે. ખેડૂતો માટે આ વ્યવસ્થા લાભદાયક છે. એક કળશી ડાંગરે એટલે કે ૩૦૦ કિગ્રા ડાંગરના વેચાણે રૂ.૪૦૦થી ૫૦૦નો ફાયદો થાય છે. કરાલી ગામના વસાવા શંકરભાઇએ પણ ટેકાના ભાવે ડાંગર ખરીદીની વ્યવસ્થાને આવકારી અને ફાયદાકારક ગણાવી હતી.
પુરવઠા નિગમના ડભોઇ ગોડાઉનના મેનેજર જિજ્ઞેશભાઇ ગોહિલે જણાવ્યુ હતું કે બે ક્વોલીટીની ડાંગર માટે ક્વીન્ટલના અનુક્રમે રૂ.૧૭૫૦/- અને ૧૭૭૦/- ભાવ ચૂકવવામાં આવી રહ્યાં છે. ૨૧૦ ખેડૂતોએ ડાંગરના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નામોની નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં ૧૦૦૧ ક્વીન્ટલ ડાંગરની ખરીદી કરવામાં આવી છે. વેચાણના નાણાંની ચૂકવણી જે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધેસીધી પારદર્શક રીતે કરવામાં આવી છે. ખેડૂતોને ડાંગરના વેચાણથી રૂ.૧૧ લાખ થી વધુ રકમની આવક થઇ છે. આ ઉપરાંત વાઘોડીયા અને સાવલી તાલુકામાં લોકોએ ટેકાના ભાવે ડાંગર ભરી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને છોટાઉદેપૂર ખાતે મગફળી, ડાંગર અને મકાઇનું ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






