લાંચ કેસ : ભાજપ મહિલા કોર્પોરેટરના રિમાન્ડ મંજૂર ન થતાં જેલમાં ખસેડાયા

0
35

સુરત,તા.૮
સૈયદપુરા વિસ્તારના એક બિલ્ડર પાસેથી ગેરકાયદે બાંધકામ મામલે રૂ. ૭૫ હજારની લાંચ માગવાના અને તેમાંથી રૂ. ૨૦ હજાર પ્રથમ તબક્કામાં રકમ સ્વીકારી લીધી હતી હતી. બાકીના રૂ. ૫૫ હજાર લેવા જતાં ભાજપ કોર્પોરેટર નેન્શી સુમરાના ભાઇ પ્રિન્સ અને પિતા મોહન સુમરાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એનિટ કરપ્શન બ્યૂરોની ટીમે વોર્ડ નં. ૧૧નાં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરી હતી. જેને આજે પાંચ દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા લાજપોર જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
૭૫ હજારના લાંચના કેસમાં એસીબીની ટીમે ફરિયાદમાં નેન્શી સુમરાના પિતા અને ભાઇનું જ નામ દર્શાવ્યું હતું. નેન્સીનું નામ એફઆઈઆરમાં ન હતું. આમ છતાં તે ભાગતી ફરતી હતી. આખરે પોલીસે તેની ધરપકડ કરી છે. આ બાબતે એસીબીના સુરત એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલનો સંપર્ક કરતા તેમણે કહ્યુ હતું કે, જ્યારે એફઆઇઆર નોંધાઈ ત્યારે નેન્સી વિરુદ્ધ પુરાવા ન હતા. તપાસ દરમિયાન નેન્સી તેના પિતા અને ભાઈ મારફતે લાંચ સ્વીકારતી હોવાનું ફલિત થયું હતું. તેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
નેન્શીની સંડોવણી અંગે તેમણે કહ્યુ હતું કે, જ્યારે નેન્સીના પિતા અને ભાઈ બિલ્ડર પાસે રૂ. ૭૫ હજારની માગણી કરી રહ્યા હતા ત્યારે એકવ્યક્તિએ સુમરાનું આ મુદ્દે ધ્યાન દોર્યું હતું. ધ્યાન દોર્યા પછી પણ તેણે ન તો તેના પિતા અને ભાઇને કહ્યુ કે, મારા નામે લાંચ લેવાનું બંધ કરો કે ન તો બિલ્ડરોને કહ્યુ કે, મારા નામે કોઈને એક રૂપિયો પણ આપવાનો નથી. એનો અર્થ એ છે કે લાંચ સંદર્ભે માહિતી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY