સૂરવાણી સંસ્થા ધ્વારા રાઘવજીભાઇ સ્મરાંણજલિ કાર્યક્રમ યોજાયો

0
5

વડોદરા : વડોદરામાં સન : ૧૯૯૩થી લોકકલા, લોક સાહીત્ય તથા લોક સંગીતને પ્રોત્સાહન મળે તે માટે રાઘવજીભાઇ રૈયાણીએ સૂરવાણી સંસ્થાની સ્થાપના કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને વડોદરામાં ઉજાગર કરવાનો ભેખ લઇને બેઠા હતા. સૂરવાણી સંસ્થા દર વર્ષે ચાર થી પાંચ સાંસ્કૃતિક કાર્યક્રમોનું છેલ્લા ૨૫ વર્ષથી આયોજન કરી રહ્યુ છે. સૂરવાણી સંસ્થા સાહિત્ય, કલા અને સંગીતના નવોદિત કલાકારોને પ્રોત્સાહન તથા કાર્યક્રમમાં તક આપી એમની પ્રતિભા આવી લોકકલાને ઉજાગર કરનાર વ્યક્તિવિશેષ સ્વ.રાઘવજીભાઇ રૈયાણીને સ્મરણાજંલી રૂપે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ વડોદરા ખાતે લોક લાડીલા સાંઇરામ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના પ્રમુખ કાનાણીએ જણાવ્યુ હતુ કે રાઘવજીભાઇએ અજોડ _ કલાકારોને ઉજાગર કર્યો સાથો સાથ સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતીને પણ જાળવી રહ્યાં છે. સાંઇરામ દવેનો પણ આ સંસ્થા ધ્વારા આઠમો કાર્યક્રમ છે. છેલ્લા ૨૫ વર્ષથી આ કલા-સંસ્કૃતિને જાળવી રાખનાર રાઘવજી ભાઇએ સ્મરણાંજલી રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે સાંઇરામ દવેએ પણ રાઘવજીભાને યાદ કરી જણાવ્યું હતું કે હું પણ નવિદિત કલાકાર હતો ત્યાંરથી આ સંસ્થા સાથે જોડાયેલ રહ્યો છું. રાઘવજીભાઇએ સૌરાષ્ટ્રની કલા અને સંસ્કૃતિની જાળવી રાખી અમારા કેટલાય કલાકારોને પ્રોત્સાહિત પણ કર્યા હતાં.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં આજે સૌરાષ્ટ્રની કલા અને સંસ્કૃતિને માણી ભરપૂર આનંદ માણ્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY