બર્મિંઘમ,તા.૩૦
શુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ચોરે ચોરી કર્યા પછી માંફી માંગી હોય? ભાગ્યે જ એવું કંઈક થયું હશે. પરંતુ સોશિયલ મીડિયા પર જે ચોર વાયરલ થઇ રહ્યો છે તેને પોતાની ચોરી માટે માફી માંગી છે. આ ચોરે તે વ્યક્તિનું લેપટોપ ચોરી કર્યા પછી તેને માફી માંગતો ઈમેલ મોકલ્યો. ઇમેલમાં ચોરે લખ્યું કે તે ખુબ જ ગરીબ છે અને તેને પૈસાની જરૂર છે, એટલા માટે તે લેપટોપ ચોરી કરી રહ્યો છે. ઈમેલની ફોટો હાલમાં ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
બર્મિઘમમાં ચોરે એક વ્યકતિનું લેપટોપ ચોરી કર્યું. લેપટોપ ચોરી કર્યા પછી તેને લેપટોપ માલિકને ઈમેલ મોકલીને માફી માંગી. ઇમેલમાં ચોરે ચોરી કરવાનું કારણ જણાવતા કહ્યું કે, ‘હું તમારું લેપટોપ ચોરી કરવા માટે માંફી માંગુ છું, હું ખુબ જ ગરીબ છું અને મને પૈસાની જરૂર છે. મેં તમારો ફોન અને વોલેટ છોડી દીધું છે, આશા રાખું છું કે તેનાથી વાત બની જશે’. એટલું જ નહીં પરંતુ ચોરે આગળ વિનમ્રતા બતાવતા લખ્યું કે, ‘તમે એક યુનિવર્સીટી વિધાર્થી છો, જા લેપટોપમાં તમારા યુનિવર્સીટીના કામની કોઈ ફાઈલ હોય તો મને જણાવી દો, હું તે મોકલી આપીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




