ગુજરાત ઇલેક્ટ્રિસિટી એસસી-એસટી એમ્પ્લોઇઝ ફેડરેશન દ્વારા વડોદરા ખાતે કાર્યક્રમ યોજાયો

0
24

વડોદરા :ગુજરાત ઇલેક્ટ્રિસિટી એસસી-એસટી એમ્પ્લોઇઝ ફેડરેશન દ્વારા વડોદરા ખાતે આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડોદરાના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે સવારના ૯ વાગે સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાનના ભગીરથ કાર્યમાં ભીમ બંધુઓ પોતાની નૈતિક ફરજ અદા કરીને આવનારી આપણી પેઢીના ભાવી સંતાનો માટે તેના નક્કર પગલાં ભરવાના ભાગરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.વક્તાઓએ ગુજરાત ઇલેક્ટ્રિસિટી એસસી-એસટી એમ્પ્લોઇઝ ફેડરેશનને લગતા વક્તવ્યો આપ્યા હતા.આ કાર્યક્રમને ખૂબ જ સુંદર,સારી રીતે અને સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરવા બદલ વડોદરા ટીમ, ઉપસ્થિત ફેડરેશન ટીમ અને કર્મચારીઓનો રાજકોટ ફેડરેશન ટીમ દ્વારા જય ભીમના નારા સાથે ભવન ગુંજી ઉઠ્યો હતો તથા ઉપસ્થિત તમામ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY