નાના પાટેકર વગેરેને સિને કર્મચારી સંઘની નોટિસ નોટિસનો જવાબ નહીં આપો તો તમારો બહિષ્કાર કરીશું

0
4

મુંબઈ,તા.૧૧
ફેડરેશન આૅફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ (ટૂંકમાં પશ્ચિમ ભારત સિને કર્મચારી સંઘ)એ જેમની સામે જાતીય દુરાચારના આક્ષેપો છે એમને બહિષ્કારની ધમકી આપી હતી.
‘નાના પાટેકર, આલોક નાથ, વિકાસ બહલ, ઇત્યાદિ જેમની સામે જાતીય દુરાચારના આક્ષેપો થયા છે એ લોકો અમારી કારણદર્શક નોટિસનો જવાબ દસ દિવસમાં નહીં આપે તો અમારે એ લોકોનો બહિષ્કાર કરવો પડશે’ એવી ધમકી સંઘે ઉચ્ચારી હતી.
સંઘના મુખ્ય સલાહકાર અશોક પંડિતે કહ્યું હતું કે જેઓ આ આક્ષેપ બાબતમાં ગુનેગાર સાબિત થશે એમનો અમે બહિષ્કાર કરીશું અને એમની કોઇ ફિલ્મ બનાવવામાં અમારો એક પણ કર્મચારી સાથ નહીં આપે.
બીજી બાજુ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિયેશન (ટૂંકમાં એસોસિયેશન)એ પણ મંગળવારે સાંજે એવી જાહેરાત કરી હતી કે અમે વિકાસ બહલને કારણદર્શક નોટિસ મોકલી છે અને એનો જાતીય દુરાચારના આક્ષેપ બદલ જવાબ માગ્યો છે. એ જવાબ નહીં આપે તો સદાને માટે એનો બહિષ્કાર કરવામાં આવશે.
વિકાસ સામેના આક્ષેપને એના ફેન્ટમ ફિલ્મ્સના એક સમયના ભાગીદારોએ પણ સમર્થન આપ્યું હતું. ગયા વરસે ફેન્ટમ ફિલ્મ્સની એક મહિલા કર્મચારીએ વિકાસ સામે જાતીય દુરાચારનો આક્ષેપ કર્યો હતો અને પોતાની ફરિયાદનો નિકાલ નહીં આવવાથી કંપની છોડી દીધી હતી એવું મિડિયા સમક્ષ કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY