ન્યુ દિલ્હી,તા.૧૯
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્રણ તલાકને દંડપાત્ર ગુનો ગણાવતા વટહુકમને પાસ કરી દીધો છે. ત્રણ તલાક અંગે બિલને સંસદના ઉપલા ગૃહમાં પાસ કરાવવામાં નિષ્ફળ રહેલી સરકારે આ અંગે વટહુકમને રસ્તો પસંદ કર્યો છે.
આ વટહુકમમાં મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરિજ એક્ટ જેવી જ જાગવાઈ હશે. આ બિલને ગત વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી બિલ પર ચર્ચા પણ થઈ શકી ન હતી.
મોદી સરકારે ભલે વટહુકમને મંજૂરી આપી દીધી હોય પરંતુ આને સંસદમાં પાસ કરાવવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ૨૦૧૭માં નિર્ણય આપ્યો હતો કે વટહુકમ લાવવાનીશક્તિ કાયદો બનાવવા માટે સમાંતર તાકાત જેટલી નથી. કોર્ટે કહ્યું હતું કે કોઈ બિલ પાસ ન થાય ત્યારે તે અંગે વટહુકમ લાવવો કાયદા સાથે દગો છે એટલે આની મંજૂરી ન આપી શકાય.
ત્રિપલ તલાક બિલનો રાજ્યસભામાં ખૂબ વિરોધ થયો હતો. વિપક્ષના નેતાઓએ માંગણી કરી હતી કે આ બિલને ચકાસણી માટે સંસદીય સમિતિને મોકલવામાં આવે. વિરોધ વધતા કેન્દ્ર સરકારે આ અંગે રાજ્ય સરકારોનો અભિપ્રાય પણ માંગ્યો હતો. જેમાં મોટા ભાગના રાજ્યોએ બિલનું સમર્થન કર્યું હતું.
આ બિલ અંતર્ગત તાત્કાલિક ત્રણ તલાક આપવાને ગુનાહિત શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. પોતાની પત્નીને ત્રણ વખત તલાક બોલીને તલાક આપતા મુસ્લિમ પતિને આ કાયદા અંતર્ગત ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બિલમાં મુસ્લિમ મહિલાઓના ભરણપોષણ અને બાળકોના જીવન નિર્વાહ ખર્ચને લઈને પણ જાગવાઈ છે. આ બિલ પ્રમાણે બોલીને, લખીને કે ફોન પર એક સાથે ત્રણ વખત તલાક કહીને તલાક આપવા ગેરકાયદે છે.
ગત વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. ત્રણ તલાક અંગે અનેક મુસ્લિમ મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેમને વોટ્સએપ અને સ્કાયપથી તલાક આપવામાં આવ્યા છે અને તેમણે લાચારીમાં જીવવું પડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સંવિધાનમાં અધ્યાદેશનો રસ્તો બતાવ્યો છે. કોઇ બિલને લાગૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. સંવિધાનના આર્ટિકલ ૧૨૩ પ્રમાણે જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું ના હોય ત્યારે રાષ્ટ્ર્પતીનો કેન્દ્રને આગ્રહ પર કોઇ અધ્યાદેશ રજૂ કરી શકે છે. અધ્યાદેશ ગૃહના આગળના સત્રની સમાપ્પ્ત બાદ છ સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે. જે બિલ પર અધ્યાદેશ લાવામાં આવે છે, તેને સંસદમાં આગળના સત્રમાં રજૂ કરવાનું જ હોય છે. આમ ન થવા પર રાષ્ટ્ર્પતી તેને ફરીથી પણ રજૂ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




