ભુજમાં ચોરી કરેલા સાત વાહનો સાથે એક આરોપી ઝડપાયો

0
12

ભુજ : ભુજ એ ડિવિઝન પોલીસે કાળીતલાવડી હાલે વનનોરા રહેતો જુસ્બ મામદ ગગડા જૂના બસ સ્ટેશન તરફ મોટરસાઈકલ પર શંકાસ્પદ હાલતમાં ફરતો હતો ત્યારે પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરતા સાત મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે બે લાખ દસ હજારની સાત મોટરસાયકલ કબજે કરીને આરોપની ધરપકડ કરેલ છે.અને રિમાડ માટેની તજવીજ હાથ ધરી છે.

વનોરાના જુસબ મામદ ગગડ જુના બસ સ્ટેશન પાસે મોટરસાયકલના એન્જિન નંબર ડીએચજીબિયુએફઓ ૮૩૦૭ના અટકાવી તપાસ કરતા પલ્સર મોટર સાયકલ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. ત્યારબાદ વધુમાં પૂછપરછ કરતા આરોપીને એક બુલેટ મોટર સાયકલની ભુજમાંથી ચોરી કરી હતી. જ્યારે માંડવીમાંથી જ્યૂપીટર મોટરસાઇકલ, એકટીવા, સુપર સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર, કાઈનીતિક બોસ એમ કુલ મળીને ૭ મોટર સાઈકલની અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી બે લાખ દસ હજારની કિંમતના ૭ વાહનો કબજે કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી એ ડિવિઝનના પીઆઈ એ.જે.આલ માર્ગદર્શન હેઠળ ઈન્દુભા ગોહિલ, મયૂરસિંહ ઝાલા, ત્રિકમભાઈ, દેવરાજભાઈ,દિલીપસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન વગેરે જોડાયા હતા. આ બનાવની તપાસ પીએસઆઇ ડી.એન.પટેલ ચલાવી રહ્યા છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY