વડિયા ગામે સ્વચ્છતા માટે હજાર થી વધુ કચરા પેટી નું વિતરણ કરાયું ,

0
73

ઘરદીઠ કચરા પેટી આપી ભેગો થયેલ કચરો ટેમ્પા દ્વારા ઉઘરાવતી એક માત્ર ગ્રામપંચાયત

રાજપીપલા : નાંદોદ તાલુકાના વડિયા ગામની ડીઝીટલ ગામ તરીકે પસંદગી થતા ગામને સ્વચ્છ રાખવા માટે ગ્રામપંચાયત દ્વારા તમામ પ્રયત્નો થઇ રહયા છે,સરપંચ મહેશ રજવાડી અને તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોષી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સભ્યોની ટીમો કામે લાગી ગઈ છે અને 100 ટકા શૌચાલય સાથે સ્વચ્છ વડીયા બને એ દિશામાં ગ્રામપંચાયતે પ્રયાસો હાથ ધાર્યા છે. તાજેતર માં ગામમાં સમાવિષ્ટ ફળીયા, સોસાયટીઓ માં ઘરે ઘરે કચરા પેટી નું વિતરણ કરાયુ અને કોઈએ જાહેરમાં કચરો નહિ નાખવાનું અને ઘર ની કચરા પેટી માં જ નાખવાનો ,જે કચરો ગ્રામપંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જે ટેમ્પો આવે છે જેમાં નાખવાની જાહેરાત કરી ગામમાં એક જાગૃતિ લાવ્યા અને સ્વચ્છ ગામ બનાવવા એક પહેલ કરી છે.

સરપંચ મહેશ રજવાડી, તલાટી દેવેન્દ્ર જોષી, સભ્યો ચંદ્રેશ પરમાર, વિરેન્દ્રસિંહ સુણવા,વિજય વસાવા સહીત મહિલા સભ્યો એ પણ ઘરે ઘરે ફરી કચરા પેટી નું વિતરણ ફર્યું હતું અને આગામી સમય માં સ્વચ્છતા રાખનારા પરિવાર કે સભ્ય નું જાહેરમાં સન્માન કરવુ,, સમગ્ર ગામ ને વાઇફાઇ થી કનેક્ટ કરી ગામ નું ડિજિટિલાઇઝેશન કરવાનો એક પ્લાન ગ્રામપંચાયત બનાવી રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY