એશ્વર્યા રાય બચ્ચન હાલ બે નવા પ્રોજેક્ટો ધરાવે છે

0
32

ફન્ને ખાન ૧૩મી જુલાઇના દિવસે રજૂ કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૨૮
બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચનની નવી ફિલ્મ ફન્ને ખાનનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે.આ ફિલ્મ હવે ૧૩મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે અન્ય એક મોટી ફિલ્મ છે. જે રાત ઔર દિનની રીમેક ફિલ્મ છે. જે વર્ષ ૧૯૬૭માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં પ્રદીપ કુમાર, ફિરોજ ખાન અને નરગીસની ભૂમિકા હતી. ફન્ને ખાન ફિલ્મ ટુંક સમયમાં રજૂ કરવામાં આવનાર છે.
નવી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. તે રાજકુમાર રાવની સાથે નવી ફિલ્મમાં રોમાન્સ કરતી નજરે પડનાર છે. હાલમાં અશ્વીની એયર તિવારીની બરેલી કી બરેલી ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી ચુકેલા રાજકુમાર રાવની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. બીજી બાજુ તેના માટે સારી બાબત એ છે કે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ રાજકુમાર રાવથી ભારે પ્રભાવિત થયા છે. હવે રાજકુમાર રાવ માટે બીજી સારી બાબત એ છે કે તેને એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. આ ફિલ્મમાં તે એશ્વર્યા રાય બચ્ચનની સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાએ બનાવી છે. અતુલ માંજરેકર દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં અનિલ કપુરની સૌથી મોટી ભૂમિકા છે. અનિલ કપુર વિતેલા વર્ષોમાં એશ સાથે કામ કરી ચુક્યો છે. થોડાક સમય પહેલા રાજ મેલબોર્ન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એશને મળ્યો હતો. જ્યારે તેમના વચ્ચે થોડાક સમય માટે ચર્ચા પણ થઇ હતી. એશવર્યા રાય ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. બરેલી કી બરફી રાજકુમાર રાવની સુપરહિટ સાબિત થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY