ચૂંટણી પંચ દ્વાર ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા પ્રયાસો
વલસાડ, તા. ૬
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ૨૬-વલસાડ (અ.જ.જા) બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જનરલ ઓબ્ઝર્વર શ્રી યશપાલ ગર્ગ (આઇ.એ.એસ.) પોલીસ ઓબ્ઝર્વર શ્રી પવાર પ્રવિણ મધકર (આઇ.પી.એસ.)ની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડખાતે રાજકીય પક્ષેના હોડોદારો સાથે બેઠક મળી હતી.
આ બેઠકને સંબોધતા જનરલ ઓબ્ઝર્વર શ્રી યશપાલ ગર્ગે જણાવ્યું હતુ કે, લોકસભા સામાન્ય ચૂંટણીની ૨૬-વલસાડ બેઠકની ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ માહોલ અને આદર્શ આચારસંહિતાના અમલ સાથે યોજાઇ તે માટે સર્વે પક્ષોને સહયોગ આપવા જણાવ્યું હતું. ચૂંટણી અંગેના કોઇ પણ કામ માટે રૂબરૂ અથવા ટેલીફોનિક સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.
પોલીસ ઓબ્ઝર્વર શ્રી પવાર પ્રવિણ મધકરે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સાથે ચૂંટણીને લગતા પ્રશ્નો હોય તો ધ્યાન દોરવામાં આવશે તો જરૂરી વિચાર વિમર્શ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. આ અંગેની કોઇ પ્રશ્નો હોય તો ટેલીફોનિક અથવા રૂબરૂ મળવા જણાવાયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે રાજકીયપક્ષો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જાશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.આર.પટેલ, ચૂંટણી મામલતદાર કૃતિકા વસાવા સહિત રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




