કેન્દ્રીય દળોને ૩૬ હજાર એકે-૪૭ રાઈફલ પૂરી પાડવામાં આવશે

0
18

ન્યુ દિલ્હી,તા.૫
કેન્દ્રના અર્ધલશ્કરી દળ અને સ્પેશિયલ પોલીસના એકમને તાજેતરમાં જ ૩૬૦૦૦ અત્યાધુનિક એકે-૪૭ રાઇફલ પૂરી પાડવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. થોડા જ સમય અગાઉ વૈશ્ર્વિક ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવ્યા બાદ બલ્ગેરિયા પાસેથી આ રાઈફલો મેળવવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
આ એકે-૪૭ રાઇફલો હવે જુદા જુદા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફાર્સ (સીએપીએફ) તેમ જ રાજ્ય પોલીસના વિશેષ એકમોને મોકલવામાં આવી રહી છે.
દેશની આંતરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફાર્સ-સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને ડાબેરી ઉગ્રવાદને અંકુશમાં લેવા સહિત દેશની આંતરિક સુરક્ષાના પડકારોને પહોંચી વળવાનો પ્રયાસ કરતા બાર્ડર સિક્ટોરિટી ફાર્સ-બીએસએફના જવાનોને પણ મોટા પ્રમાણમાં એકે-૪૭ રાઇફલો આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
તમામ પ્રકારના હવામાનમાં સફળતાપૂર્વક કરી શકાતા તેના ઉપયોગ, સરળ સંચાલન અને ફાયરિંગનો સારો દર જેવી બાબતોને કારણે એકે-૪૭ શ્રેણીની રાઇફલોને પસંદ કરવામાં આવતી હોવાનું તેમણે કહ્યું હતું.
આતંકવાદને અંકુશમાં લેવા જમ્મુ-કાશ્મીરમાં જવાનોને થોડા જ સમયમાં આ રાઈફલોથી સજ્જ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY