વલસાડ કલેક્ટરે જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના આયોજન અંગે બેઠક યોજી

0
9

વલસાડ, તા.૨૬
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અસંગઠિત કારીગરો માટેની પેન્શન યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલી બનાવી છે. આ યોજનામાં ૧પ હજારથી ઓછી આવક ધરાવનાર ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવનાર વ્યક્તિ ઉંમર અનુસાર દર મહિને માત્ર પપ થી ૨૦૦ રૂપિયાનું પ્રિમીયમ ભરશે તેને ૬૦ વર્ષની ઉંમર બાદ દર માસે રૂ.૩ હજાર પેન્શન મળશે. ૧૮ વર્ષ વધુ ઉંમરના વ્યક્તિ માટે ઉંમર અનુસાર પ્રિમીયમની રકમ નક્કી કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ, મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ અંગે વધુ જાણકારી નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઇ મેળવી શકાશે.
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે જિલ્લામાં માનધન યોજનાના આયોજન અંગે બેઠક યોજી જિલ્લામાં માનધન યોજના હેઠળના લાભાર્થીઓની યાદી તૈયાર કરી તેની એન્ટ્રી વેળાસર પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. લાભાર્થીઓના હિતને ધ્યાને લઇ દરેક નોડલ અધિકારી તેમની જવાબદારી નિભાવી વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે માટે ઝુંબેશના રૂપે કામગીરી કરાવવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, નિવાસી અધિક કલેક્ટર કલેશ બોર્ડર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, યોજના અમલીકરણ માટેના નોડલ અધિકારીઅો, ખેતીવાડી અધિકારી એમ.એમ.પટેલ વગેરે હાજર રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY