સાંસદ સી.આર. પાટીલના સક્રિય સંકલનના કારણે મનપાનો માર્ગ સરળ કર્યો
સુરત, તા.૨૬
સુરતની જીવાદોરી એવી તાપીના શુદ્ધિકરણની કામગીરી શરુ કરવાની અંતિમ મંજૂરીને આજે કેન્દ્રની મોદી સરકારે મહોર મારી દીધી છે. આ પ્રોજેક્ટ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ઘણા વર્ષો પહેલાં તૈયાર કરેલો હતો. હાલમાં જ આપણા રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ આ પ્રોજેક્ટને મંજુર કરીને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલી આપ્યો હતો. સુરત મહાનગરપાલીકાએ તૈયાર કરેલા ડ્રાફ્ટને મંજૂરી માટે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય અને એને સંલગ્ન સમિતિઓ સાથે સંકલન કરવાનું અને કામને ઝડપ આપવાનું કામ દિલ્હી ખાતે સાંસદ સી આર પાટીલએ કર્યું હતું.
સમગ્ર સુરત અને તાપી તટે વસતા અનેક ગામ માટે આવેલા આનંદના સમાચાર આપતા સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા અને અન્ય વિભાગો સાથે પરામર્શ કરીને તૈયાર કરેલાને આજે મંજૂરી મળી ગઈ છે. પ્રોજેક્ટ રજુ થયું એ પેહલા અમે રજૂઆત અને પ્રોજેક્ટ અંગેની સમજ પીએમઓ સહીત, પર્યાવરણ મંત્રાલયના વિવિધ અધિકારીઓ, એનજીટી (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ) સાથે સંકલન કરીને ચર્ચા કરી હતી. પ્રેઝન્ટેશનની અગાઉ જ થઇ ગયેલી રજૂઆતના પરિણામે આજે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. હવે આગળનું કામ વહીવટી તંત્ર લોકોના સહયોગથી આગળ વધારશે અને જ્યાં જરૂર પડશે ત્યાં અમે દરેક કામમાં સહયોગ આપતા રહીશું. રાજ્યમાં અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભાજપ સરકાર હોવાનો આ ફાયદો છે કે કામ સરળતાથી થઇ શક્યું.
રૂ.૯૭૩ કરોડના ખર્ચે તાપીનદીને શુદ્ધ કરી પુનઃજીવિત કરવા માટે તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને સોમવારે કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. પાલિકા અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સોમવારે તાપી નદીની સ્થિતિ અને પ્રોજેક્ટની જરૂરિયાત અંગેની રૂપરેખા દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય અને ક્લાયમેટ ચેન્જ વિભાગના સેર્ક્ટરીએ તેને નિહાળ્યું હતું. પછી એને ઔપચારિક મંજૂરી આપીને નાણાંની ફાળવણી માટે નાણાં મંત્રાલયને મોકલી આપ્યું છે.
આ એક મંજૂરીથી તાપીના પાણી ઉપર નિર્ભર સુરતના લાખો રહીશોને અને મહાનગરપાલિકા વધુ શુદ્ધ પાણી પહોંચાડી શકશે. નદી વધુ પાણી વહન કરી શકશે અને તાપીમાં પ્રક્રિયા કર્યા વિના જે ગંદુ પાણી ઠલવાતું એની ઉપર પણ રોક લાગશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




