ડોક્ટરોની બેદરકારીથી પરિણીતાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ

0
11

વલસાડ,તા.૨૭
વલસાડના રોલા ગામના ધોળીકુવા ફળિયામાં રહેતા ભીખુ પટેલની ૨૭ વર્ષીય પત્ની આરતીની તબીયત ગત ૨૨ તારીખે બગડતા મોડી સાંજે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાઇ હતી. કફને કારણે શ્વાસની સમસ્યાથી પીડાતી મહિલાને હોસ્પિટલના પાંચમા માળે આવેલી ફિમેઇલ મેડિકલ વોર્ડ-૨માં રાત્રે ૮ કલાકે દાખલ કરાઇ હતી. પ્તનીને શ્વાલ લેવામાં પડતી તકલીફ અંગે પતિએ ફરજ પરની નર્સને કહેતા નર્સએ ત્યાની ઓક્સીજન લાઇન ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લાઇન બગડેલી હોવાનું જણાવ્યું હતું.
મહિલા દર્દીની હાલત બગડતી જતી રહી ઓક્સિજન લાઇન ચાલુ હતી તે ફિમેલ મેડિકલ વોર્ડમાં લઇ જવાયા હતા. પત્નીની ખરાબ હાલતથી ગભરાયેલા પતિએ નર્સને તબીબને બોલાવવાની માંગણી કરી હતી. નર્સે ડોક્ટરને ટેલિફોન કર્યો પરંતુ કોઇ તબીબ મહિલાની તપાસ કરવા આવ્યા નહી.
બીજા દિવસે મહિલાની તબિયલ વધારે લથડી જતા તેના પતિ તથા ફળિયાના રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો લોકરોષના કારણે મહિલાને આઇ.સી.યુમાં દાખલ કરાઇ હતી. જ્યાં ફરજ પરની નર્સ તથા ટ્રેઇની તબીબે મહિલાની સારવાર શરૂ કરી હતી. મહિલાને છાતીમાં ભારે કફ જામી ગયો હતો. એટલે એક્સ-રે પાડવાનું નક્કી થયું પરંતુ એક્સરે ટેક્નીશન એકલો જ હતો. પરિવારજનોએ એક્સ-રે વિભાગમાં જઇને મહિલાની કટોકટ સ્થિતિથી વાકેફ કરાવતા ટેક્નીશિયન પોર્ટેબલ એક્સ-રે મશિન લઇને આઇસીયુમાં ગયો હતો. અને મહિલાનો એક્સ-રે પણ પાડ્યો હતો.
ત્યાં સુધીમાં મહિલા હાલત વધુ ગંભીર બની ગઇ અને સવારે ૬ વાગ્યે અંતે આરતીબેનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. રોષે ભરાયેલા પરિજનો તથા ફળિયાવાસીઓએ, મૃતકની અંતિમવિધિ કર્યાબાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાનું પરિવારજનોનું કહેવું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY