પ્રમુખ પ્રિયંકા પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી
વલસાડ, તા.૧
વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે તા.પં. પ્રમુખ પ્રિયંકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.
આ બેઠકમાં ૨૦૧૯-૨૦ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરતાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલે જણાવ્યું હતું કે, તા.પં.ના જાહેરબાધકામ અને વિકાસલક્ષી કામો માટે રૂ.૧૦ લાખ, શિક્ષણ ક્ષેત્રે ૬.૬૫ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૧૩.૬૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૬.૩૦ લાખ, આરોગ્ય ક્ષેત્રે ૪.૨૦ લાખ, પશુપાલન ક્ષેત્રે બાવન હજાર, ગૃહ અને નાના ઉદ્યોગો અને સહકાર ક્ષેત્ર માટે રૂ.૫૨ હજાર તેમજ કુદરતી આફતો માટે રૂ.૩.૪૦ લાખની જાગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા અનુદાન, ધારાસભ્ય, સંસદસભ્ય, ટ્રાયબલ સબ પ્લાનમાંથી પણ વિવિધ વિકાસના કામો આવરી લેવામા આવે છે, તેમ જણાવ્યું હતું. સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપી સામાજિક ન્યાય સમિતિના ૩ અને કારોબારી સમિતિના ૫ સહિત તમામ ઠરાવોની અમલવારી કરવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ દિવ્યેશભાઇ પટેલ, સમાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ધનસુખભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્યો, વલસાડ તાલુકાના ગામોના સરપંચ, ઉપ સરપંચ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




