સુરત, તા.૧
સિંગણપોરની જમીન વિવાદમાં થયેલી મારામારી સંદર્ભે ચોકબજાર પોલીસ મથકે ચાર જણાં વિરુદ્ધ ગુનો નોધાયો હતો.
ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાલક પાટિયા સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા લલીતાભાઈ કિશોરભાઈ ઢોલરિયાએ આરોપીï ગોરધન અમરશી ગઢિયા વિરજી ઠાકરશી સિંહોરા, ચિરાગ ગોટી, અશોક ધંધુકા વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ફરિયાદીની સિંગણપોર ટુંકી સર્વે નં. ૫૭, પ્લોટ નં. ૪૩માં ગેરકાયદે ઘુસી ગયા હતા. ફરિયાદી તથા સાહેદો સાથે આરોપીઅોએ ઝઘડો કરી નરેન્દ્રભાઈ નંનુભાઈ ડોમડિયાને લાફો મારી દઈ બોર્ડ ઉપર સ્પ્રે મારી નુકસાન પહોîચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચોક પોલીસે ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



