વલસાડ,તા.૯
વલસાડ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અકસ્માતતોને લાગતા કેસોમાં સુખદ સમાધાન થતા ભોગ બનનાર પરિવારને વીમા કંપની તરફ મોટી રકમનું સમાધાન થયું હતું.
વલસાડમાં નેશનલ લીગલ સર્વિસ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિસિપાલ ડિસ્ટ્રીક જજ ગોકણી સાહેબ અને જિલ્લાના તમામ ન્યાયાધીશ સાહેબ અને વકીલ મિત્રો હાજર રહ્યા હતા. જેમાં અકસ્માતને લગતા કેસો લોક અદાલતમાં લેવામાં આવ્યા હતા. શનિવારે નિકાલ થયેલા કેસ પૈકી ૨ કેસોમાં રૂ. ૫૦ લાખનો ક્લેઈમ દાખલ કર્યો હતો. વીમા કંપનીમાં વકીલોની સફળ મધ્યસ્થીમાં ૨૨ લાખનું સખદ સમાધાન થયું હતું. ૧.૨૫ કરોડનો ક્લેઈમ કરેલ જેમાં ૫૦ લાખનું સુખદ સમાધાન થયું હતું.
ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ૨૦૧૭ ના એક કેસમાં અરજદારના પતિ મૃત્યુ પામેલ જેમ ૫૦ લાખનો ક્લેઈમ દાખલ કર્યું હતો. જેમાં વીમા કંપનીના અધિકારીઓ અને જિલ્લા કોર્ટ દ્વારા ૨૨ લાખમાં સમાધાન નક્કી કરવામાં આવ્યા છે.
૨૦૧૪ના એક માર્ગ અકસ્માતમાં અરજદારના પતિ મૃત્યુ પામેલ અને ૧.૨૫ કરોડનો ક્લેઈમ કરવામાં આવ્યો હતો. જેમાં વીમા કંપનીના અધિકારીઓ અને જિલ્લા કોર્ટની મધ્યસ્થીથી ૫૦ લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




