લોકસભા ચૂંટણીમાં લાઉડ સપીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચના જારી

0
6

જરૂરી પરવાનગી બાદ જ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે
વલસાડ, તા.૧૫
લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦૧૯ દરમિયાન વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.બોર્ડર દ્વારા કેટલીક માર્ગદર્શક સૂચનાઓ એક જાહેરનામા દ્વારા જારી કરવામાં આવી છે. જે મુજબ ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાને લેવા ઉપરાંત ચૂંટણીના સરળ સંચાલન માટે તથા જાહેર જનતાને ઘોîઘાટ ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રચારના કોઇ પણ હેતુ માટે લાઉડ સ્પીકરના ઉપયોગની જરૂરી પરવાનગી મેળવી સવારના ૬ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી જ તેનો ઉપયોગ કરી શકાશે. જિલ્લા સમગ્ર વિસ્તારોમાં સવારના ૬ વાગ્યા પહેલા અને રાતના ૧૦ વાગ્યા બાદ ચૂંટણી પ્રચારના હેતુસર લાઉડ સ્પીકરનો કોઇપણ પ્રકારે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેનો અમલ તાત્કાલિક અસરથી તા.ર૭/૦૫/ર૦૧૯ સુધી કરવા અંગે પણ આ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે. આ પ્રતિબંધિત આદેશોમાંથી ફરજપરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નૉડલ ઓફિસર, પોલીસ ઓફિસર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલા અધિકારીઓ અને સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ તથા તેઓને મદદ કરતી વ્યક્તિઓ/એજન્સીઓને મુક્તિ આપવામાં આવી છે. લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ પણ વધુમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY