વલસાડ જિલ્લામાં દારૂનો વેપલો કરતા ૧૧ સામે પાસા હેઠળ કાર્યવાહી

0
9

પાંચ લોકોને પકડી જુદી જુદી જેલમાં મોકલી દેવાયા
વલસાડ, તા.૩
સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગરહવેલી તેમજ દમણમાંથી ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયત્નો ઉપર અંકુશ મૂકવા માટે ધી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ-૧૯૮૫ (પાસા) હેઠળ પોલીસ અધિક્ષકશ્રીને કાર્યવાહી કરવા સૂચના અપાતાં આવા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા ઇસમો(બુટલેગર)ની પાસા એકટ હેઠળ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણને આવતાં છેલ્લા ત્રણ માસ દરમિયાન ૧૬ ઇસમો ઉપર પાસાનું શસ્ત્ર ઉગામી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં જિજ્ઞેશ ઉર્ફે જીગો રતિલાલ પટેલ ઉપર પાંચ જેટલા ગુના નોંધાયેલા હોય તેઓ જામીન ઉપર છૂટી વારંવાર તે જ પ્રકારનું કૃત્ય કરતા હોવાથી પાંચ ગુનામાં પકડાયેલી ૮૩૬૮ નંગ બોટલનીની કિંમત રૂ.૭,૪૬,૬૦૦/- તેમજ વાહનો તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ.૩૫,૯૫,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પાસા હેઠળ ધરપકડનો હુકમ કરી તેની અટકાયત કરી જેલમાં મોકલી અપાયો છે.
નિલેશ કેવડી રમણભાઇ પટેલે કરેલા ત્રણ ગુનાઓમાં જામીન ઉપર છૂટી વારંવાર તે જ પ્રકારનું કૃત્ય કરતા હોય ઉક્ત ત્રણ ગુનાઓમાં ૩૦૭૨૦ નંગ બોટલની કિંમત રૂ.૨૪,૬૬,૦૦૦/- અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.૬૩,૬૭,૪૦૯/-નો મુદ્દામાલ કબ્જે કરી પાસા હેઠળ ધરપકડનો હુકમ કરી તેની અટકાયત કરી જેલમાં મોકલી અપાયો છે.
કિકુભાઇ ઉર્ફે કિકલો નાનુભાઇ પટેલે કરેલા પાંચ ગુનાઓમાં જામીન ઉપર છૂટી વારંવાર તેવા જ પ્રકારનું કૃત્ય કરતા હોવાથી પાંચ ગુનાઓમાં ૮૦૨૮ નંગ બોટલની કિંમત રૂ.૫,૦૨,૮૫૦/- તેમજ વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ ૨૦,૦૨,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કરી સદર વ્યક્તિની પાસા હેઠળ ધરપકડનો હુકમ કરી તેની અટકાયત કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
મનુભાઇ ઉર્ફે મનોજ રમણભાઇ પટેલે કરેલા પાંચ ગુનાઓમાં તેઓ તે જ પ્રકારનું કૃત્ય કરતો હોવાથી આ ગુનાઓમાં મળેલી બોટલ નંગ ૭૫૮૪ની કિંમત રૂ.૫,૨૮,૦૦૦/- તેમજ વાહન અને અન્ય સામગ્રી મળી કુલ ૨૧,૩૩,૪૪૦/-નો મુદ્દામાલ કબજે કરી પાસા હેઠળ ધરપકડનો હુકમ કરી તેની અટકાયત કરી જેલમાં મોકલી અપાયો છે.
સપન ધનસુખભાઇ નાગરભાઇ પટેલ કે જેના નામે ૬ ગુનાઓ છે, તે પણ જામીન ઉપર છૂટી વારંવાર એક જ પ્રકારનું કૃત્ય કરતા હોવાથી આ ગુનાઓમાં મળેલી બોટલ ૧૯૦૪૫ ની કિંમત રૂ.૨૦,૦૧,૬૫૦/- તેમજ વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૭૯,૫૮,૬૫૦/- નો મુદ્દામાલ કબજે કરી પાસા હેઠળ ધરપકડનો હુકમ કરી તેની અટકાયત કરી જેલમાં મોકલી અપાયો છે.
આ સિવાય અન્ય ૧૧ વ્યક્તિઓ વિરુદ્ધ પણ પાસા હેઠળ હુકમ કરી તેઅોને જેલભેગા કરવા પોલીસ અધિક્ષક વલસાડને સૂચનાઓ આપવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY