સુરતના ડાયમંડ ઉદ્યોગને ચેમ્બરમાં પ્રતિનિધિત્વ મળ્યુ નથી : એસો.
સુરત, તા.૩
ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની આગામી ઉપપ્રમુખની ચૂંટણીમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને હિરા ઉદ્યોગની સંસ્થાઓમાં લાંબા સમયથી સેવા આપેલ વ્યક્તિને પ્રતિનિધિત્વ મળે તે માટે સુરત ડાયમંડ એસોસીએશનની લાગણી અને માંગણી છે. હિરા ઉદ્યોગ એ સુરતનો મહત્વનો અને મોટો ઉદ્યોગ છે. સુરત શહેરના વિકાસમાં પણ આ ઉદ્યોગના અગ્રણીઓનો પણ ખુબ મોટો સિંહ ફાળો છે.
ભૂતકાળમાં ચેમ્બર્સની અંદર જ્વેલરી સાથે સંકળાયેલ વ્યક્તિને પ્રતિનિધિત્વ મળેલ પરંતુ હિરા મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિને છેલ્લા ઘણા બધા વર્ષોથી પ્રતિનિધિતવ મળેલ નથી. જેને ધ્યાનમાં લઈને હિરા ઉદ્યોગના અગ્રણી ચૂંટી કાઢવા સુરત ડાયમંડ એસો. દ્વારા અપીલ કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



