ભારત કાગળ આયાત પર ભારે શુક્લ વસૂલે છે : ટ્રમ્પનો આરોપ

0
13

વાશિંગ્ટન,તા.૨૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક નવી કડી જોડી દીધી છે. ટ્રમ્પે કાગળ આયાતને લઇને ભારત પર નિશાન તાકિયું છે. ટ્રમ્પે કહ્યું કે ભારત કાગળ આયાત પર ભારે આાયાત શુલ્ક વસૂલે છે, તેમણે આ સાથે હાર્લે-ડેવિડસન મોટરબાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ભારત આ મોટરબાઇક પર ૧૦૦ ટકા આાયાત શુલ્ક વસૂલે છે, જ્યારે અમે ભારતથી આવતી વસ્તુઓ પર આટલો આાયાત શુલ્ક કીયારેય લગાડતાં નથી.
હાર્લી ડેવિડસનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરતાં ટ્રમ્પે ૧૦૦% આયાત શુલ્કને અયોગ્ય ગણાવ્યો છે. ટ્રમ્પ અનુસાર વડાપ્રધાન મોદીએ વાત કર્યા બાદ આયાત શુલ્ક ૫૦ % કર્યા હતા.
ટ્રમ્પે કહ્યું કે અમે અન્ય દેશો પાસેથી વિદેશી કાગળોના ઉત્પાદન પર ૦% આાયાત શુલ્ક લઇએ છીએ. તેમણે ભારત પર આ આરોપ શનિવાર સાંજે એક ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. ટ્રમ્પે આાયાત શુલ્કને લગતો આ આરોપ ભારત ઉપરાંત ચીન અને વિયેટનામ પર પણ લગાવ્યો હતો.
આ પહેલા પણ અમેરિકાએ વ્હિસ્કીના આયાત પર ભારત દ્વારા લેવામાં આવતા આયાત શુલ્ક પર નિશાન તાકિયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY