દાદરા નગર હવેલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવારે ફોર્મ ભર્યું

0
315

વલસાડ,તા.૪
ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે બાકીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે નીકળી પડ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાના કારણે ઉમેદવારોમાં દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. દાદરા નગર હવેલી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનાર શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ અને સમર્થકોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઇ હતી.
મળતી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી બેઠકના શિવસેનાના ઉમેદવાર ગુરુવારે બપોરે ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા. જોકે, અંકિતા પટેલ સાથે રાખેલું એફિડેવિટમાં ભૂલ નીકળી હતી. જે પગલે સમર્થકો સાથે અંકિતા પટેલ પણ દોડાદોડી કરી હતી.
તો બીજી તરફ લોકસભાના ઉમેદવાર અંકિતા પટેલનું મેન્ડેટ શિવસેનાએ પાછું ખેંચ્યું હોવાની અફવાએ પણ વેગ પકડ્યો હતો. જોકે, અંકિતા પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, હું શિવસેનાના ઉમેદવાર તરીકે જ ચૂંટણી જંગમાં જ છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY