અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા હત્યા કરાતા ખળભળાટ

0
6

વલસાડ,તા.૫
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ વલસાડનાં ૬૦ વર્ષનાં ભીખુભાઇ પટેલની તેમની જ મોટેલનાં રૂમમાં હત્યા કરાયેલ લાશ મળી હતી. તેમનો આખો પરિવાર હાલ અમેરિકામાં જ રહે છે. પોલીસે બે આરોપીઓને પોતાની કસ્ટડીમાં લઇ લીધા છે.
આરોપીઓમાં એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. બંન્નેને મંગળવારે પોલીસે પૂછપરછ કરીને કસ્ટડીમાં લીધા હતા. આ બંન્ને પર હત્યાનો ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ૩૧ માર્ચનાં રોજ ૫.૩૦ સાંજે ભીખુભાઇ પટેલનો મૃતદેહ તેમની જ મોટનાં રૂમ નંબર ૯માંથી મળ્યો હતો. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે તેમણે સફેદ કોટ પહેર્યો હતો.
જે પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે.
ગત જાન્યુઆરીમાં અમેરિકાના વર્જિન આઇલેન્ડ ખાતે શનિવારે મોડી સાંજે પોતાની જ્વેલરી શોપ બંધ કરીને કારમાં પરત જઇ રહેલા ગુજરાતી બિઝનેસમેનની અમેરિકન નીગ્રોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેમની હત્યા થઈ તે ગુજરાતી બિઝનેસમેન મૂળ વડોદરાના છે અને પચ્ચીસ વર્ષ થી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. વડોદરાના આર વી દેસાઈ રોડ પર રહેતા કૈલાશભાઈ બનાની પચ્ચીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે તેઓ પત્ની અને બે પુત્રો સાથે વર્જિન આઇલેન્ડ ખાતે રહે છે. ત્યાં જ જ્વેલરી શોપ ધરાવે છે શનિવારની સાંજે જ્વેલરી શોપ બંધ કરી તેઓ કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY