અક્ષમ મતદારો માટે સુવિધા સંપન્ન મતદાન કેન્દ્રો બનાવાશે
વલસાડ, તા.૧૧
૨૬-વલસાડ (અ.જ.જા.) મતદાર વિભાગની સામાન્ય ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરે તેમજ દિવ્યાંગ મતદારો માટે મતદાનના દિવસે વિશેષ વ્યવસ્થા કરવાના આયોજનના ભાગરૂપે એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર બી.કે.કુમારે વલસાડ કલેક્ટરાલય ખાતે વિશેષ બેઠક યોજી હતી.
આ બેઠકમાં બી.કે.કુમારે જણાવ્યું હતું કે, જે બુથમાં દિવ્યાંગ મતદારો નોîધાયા છે ત્યાં પાણી, પાર્કિંગ, ટોઇલેટની સુવિધા કરવાની સાથે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. દિવ્યાંગ મતદારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે બ્રેઇનલીપી માર્ગદર્શિકા પણ સંબંધિત બુથ ઉપર રાખવામાં આવશે. તેમને મદદરૂપ થવા ૪૧૯ જેટલા સહાયકો તૈનાત કરાશે. દિવ્યાંગ મતદારો મતદાન પ્રક્રિયા અંગે વાકેફ થાય તે માટે તેમને સાઇન લેન્ગ્વેજ અને બ્રેઇન લીપીની તાલીમ પણ આપવામાં આવી છે. જિલ્લાના વિશેષ સિદ્ધિ મેળવનાર દિવ્યાંગ મતદારોના સહયોગથી મતદાર જાગૃતિ કાર્યક્રમો થકી પ્રચાર-પ્રસાર કરાશે. દિવ્યાંગ મતદારોને મતદાન વખતે સીધો પ્રવેશ આપવા તેમજ તેમની સાથે માનવીય અભિગમ દાખવવા પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે દિવ્યાંગોને મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરી સુવિધાસંપન્ન મતદાન કેન્દ્ર બનાવાશે તેમ જણાવી જિલ્લામાં ચૂંટણીલક્ષી કરાયેલી કામગીરીથી ઓબ્ઝર્વરને વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડર, નાયબ ચૂંટણી અધિકારી શ્રી કે.આર.પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખેતાલે અને વાય.બી.ઝાલા, વિકલાંગ સમિતિના પ્રતિનિધિ રામભાઇ સહિત અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



